આ નવલકથામાં શ્રી જિતેન્દ્ર દવેએ વાત માંડી છે ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહની. ચંપારણમાં ગળીની ખેતી થતી. ગળીનાં આ ખેતરોના મૂળ માલિક અંગ્રેજ જમીનદારો નીલવરોના નામે આળખાતા. ગાંધીજીએ જોયું કે નીલવરો પાસેથી લીધેલી જમીનો પર ખેડૂતો પાસે ફરજિયાત ગળીની ખેતી કરાવવામાં આવતી. તીન કઠિયા નામના આ રિવાજને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા.
ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો. હજારો ખેડૂતો તેમાં જોડાયા. બાબુ રાજેન્દ્રપ્રસાદ અને બાબુ બ્રજકિશોર જેવા આગેવાન વકીલો પણ સત્યાગ્રહમાં સામેલ થયા.
ગાંધીજીના સત્યાગ્રહના પરિણામે સરકારે તીન કઠિયા પદ્ધતિ રદ કરવી પડી અને ચંપારણ સત્યાગ્રહે આપણા દેશનો ઇતિહાસ બદલ્યો.
નવજીવન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ધીરુભાઈ મહેતાના મતાનુસાર એકવાર પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર કોઈ એને હેઠું ન મૂકી શકે. નવી પેઢીના ઘડતરમાં આ પુસ્તક ફાળો આપશે.
Reviews
There are no reviews yet.