જૈન સાહિત્યમાં ભરત-બાહુબલીની કથા પ્રસિદ્ધ છે જેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાઈ ભરત તરફથી ઉગ્ર પ્રહાર પામ્યા પછી બાહુબલીએ જ્યારે પ્રતિકાર માટે હાથ ઉગામ્યો એ જ વખતે સમભાવ જાગ્યો અને બાહુબલીએ ભિક્ષુકજીવનનો સ્વીકાર કર્યો, સામો પ્રહાર ન કરીને ન તો ભરતના પ્રહારનો બદલો લીધો કે ન તો રાજ્યમાં પોતાનો ભાગ માગ્યો.
નવલકથાનું પ્રત્યેક પાત્ર પછી તે ભરતદેવના રાજદૂત સુવેગ હોય, ઋજુસ્વામી હોય, વૃદ્ધ મંત્રી યશોધવલ કે વનરક્ષક ભદ્ર હોય – પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે. નવલકથાના પ્રસંગોનો પરિવેશ પીંછીના એક-બે લસરકે એમનું સમગ્ર ચિત્ર સર્જી દે છે. વિચાર અને વણાટ બંને આ નવલકથામાં ઘૂંટાઈ ઘૂંટાઈને પ્રગટ થતા હોવાથી એક ઉત્કૃષ્ટ નવલકથા વાંચ્યાનો અનુભવ થાય.
Reviews
There are no reviews yet.