‘ઉત્તર’માં ચરિત્રનાયક તેમ જ જાણીતા ઉદ્યોગપતિ ગિરધારીલાલ મહેતાજી વિશે લખતાં સ્વાધ્યાય અને કલાની વચ્ચે જાણે કે સ્પર્ધા શરૂ થઈ પણ પરિણામ સુંદર આવ્યું. અનોખી સૃષ્ટિ રચાઈ કાશી અને કલકત્તા વચ્ચે વિહરતાં…
લેખકના મતે ગિરધારીલાલજીનું જીવન અન્ય નાગરોની જેમ ગુણદોષભર્યું હોત તો કથારસ જગવવામાં સરળતા રહેત પણ અહીં તો નિષ્કલંક ચંદ્રનું વાયુમંડળ અંકિત કરવાનું હતું અને પડકાર મોટો હતો. સમગ્ર મહેતા પરિવારનું પણ પરમાત્માના અનુગ્રહ જેવું જીવન સચોટ અને સુંદર રીતે આલેખવામાં સર્જક સફળ થયા છે. સચ્ચાઈ અને પ્રેમનું તત્ત્વ આ જીવનચરિત્રલક્ષી નવલકથામાં સર્વવ્યાપી છે. અહીં દીવા તળે અજવાળું છે.
Reviews
There are no reviews yet.